દાહોદમાં બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની સજા,
આચાર્યને દુષ્કર્મ અને હત્યાને મામલે સજા ફટકારવામાં આવી
આચાર્ય ગોવિંદ નટ ને ૧૦વર્ષ ની સજા, ૨ લાખનું દંડ
દાહોદઃ ફૂલ જેવી બાળકીને પીંખી નાંખનાર બળાત્કારી આચાર્યને કોર્ટે આકરી સજા ફટકારી છે. વાત છે દાહોદ જિલ્લાની તોરણી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા બળાત્કારી આચાર્ય ગોવિંદ નટની. હવસખોર આચાર્ય ગોવિંદ નટે શાળામાં જ બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ બાળકીની હત્યા કરી નાંખી હતી. ત્યારે કોર્ટે હત્યા અને દુષ્કર્મ કેસમાં આરોપી ગોવિંદ નટને 10 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સમગ્ર રાજ્યમાં ચર્ચામાં આવેલા દાહોદમાં વિદ્યાર્થિની સાથે બળાત્કારનો પ્રયાસ અને હત્યાના કેસમાં સામેલ આચાર્ય ગોવિંદ નટને કોર્ટે સજા ફટકારી છે. આરોપીના વકીલે જણાવ્યું કે કોર્ટે POCSO અને હત્યાના કેસને નકાર્યો છે. વકીલે કહ્યુ કે કોર્ટે ગંભીર બેદરકારી માટે બીએનએસની કલમ 105(2) હેઠળ સજા ફટકારી છે. દાહોદના આ ચકચારી કેસમાં પોલીસની તપાસ અને ચાર્જશીટ સામે સવાલો ઉઠી રહ્યાં છે. પોલીસની તપાસ અને ચાર્જશીટમાં POCSO અને હત્યાની કલમનો ઉલ્લેખ હોવાં છતાં કોર્ટમાં સાબિત ન કરવી શકવાને કારણે આરોપીને ઓછી સજા મળી છે. કોર્ટે આરોપીને ગંભીર બેદરકારીને કારણે છ વર્ષની બાળકીનું મોત થયું હોવાના મુદ્દે સજા ફટકારી છે.
દાહોદની સીંગવડમાં પ્રાથમિક શાળામાં દુષ્કર્મ-હત્યા કેસમાં આચાર્ય ગોવિંદ નટને 10 વર્ષની કેદ, 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.