સુરતમાં ઉનાળાની સાથે જ આગના બનાવોમાં વધારો
સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના
આસપાસના વિસ્તારના લોકોમાં ભય ફેલાયો
સુરતમાં ઉનાળાની સાથે જ આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સચીન હોજીવાલા ઈન્ડસ્ટ્રીઝમાં આગની ઘટના બનતા આસપાસના વિસ્તારના લોકોમાં ભય ફેલાયો હતો.
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ હોજીવાલા ઈન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના લોકોમાં ભય ફેલાયો હતો. તો આગની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા. જો કે આગને લઈ ધુમાડાના ગોટાળા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. અને ભારે જહેમતે ફાયરે આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગમાં જાનહાનિ ન તતા હાશકારો અનુભવાયો હતો. પરંતુ આગને કારણે લાખોની મત્તા સ્વાહ થઈ ગઈ હતી. જ્યારે આગ કયાકારણોસર લાગી તે જાણી શકાયુ નથી.
