દેવાયત ખવડને જૂનાગઢ જેલમાં ધકેલાયો.
ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલાના કેસમાં હતા રિમાન્ડ
તાલાલા કોર્ટે જૂનાગઢ જેલમાં ધકેલવા કર્યો આદેશ.
જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીઓ માટે આજે એક મહત્ત્વપૂર્ણ દિવસ હતો. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલાના કેસમાં સાત દિવસના રિમાન્ડ પૂરા થતાં તેમને તલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે રિમાન્ડ ન લંબાવ્યા અને સાથે આરોપીઓની જામીન અરજી પણ નકારીને તમામને જૂનગાઢ જેલમાં મોકલ્યા છે.
ગત 11 સપ્ટેમ્બરે વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસની રિવિઝન અરજી માન્ય રાખીને કલાકાર દેવાયત ખવડ અને અન્ય આરોપીઓના જામીન રદ કર્યા હતા. વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા બાદ તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તાલાલા પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી, આથી દેવાયત ખવડ અને સાથી આરોપીઓને આજે 17 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, સરકારી વકીલ કેતનસિંહ વાળાએ કહ્યું હતું કે દેવાયત ખવડ સામે તાલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંબંધે રિમાન્ડ આજે સવારે 11 વાગ્યે પૂર્ણ થતાં તેને તાલાલાની કોર્ટમાં બધા આરોપીઓને રજૂ કરાયેલા અને રિમાન્ડ સમયની અવધિ પૂર્ણ થતી હોવાથી નામદાર તાલાલાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબે તેમને જૂનાગઢ જેલ હવાલે કરવા માટેનો, એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કર્યો છે. તલાલા કોર્ટમાં સુનાવણી દરમિયાન પોલીસે આરોપીઓના રિમાન્ડની અવધિ વધારવા માટે અરજી કરી ન હતી. બીજી બાજુ દેવાયત ખવડે કરેલી જામીન અરજી નકારી કોર્ટે દેવાયત ખવડ અને તેમના અન્ય તમામ સાથી આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે આ કેસમાં કાયદેસરની આગળની કાર્યવાહી જેલમાંથી જ ચાલશે. તેમની જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટમાં દાખલ કરાઈ હોવાનું પણ અમને જે-તે કોર્ટ તરફથી નોટિસ બજાવેલી છે. આ કેસમાં જામીન અરજીની સુનાવણી આવતીકાલે તારીખ 18મીના હાથ ધરાશે અને ત્યાર બાદ નામદાર કોર્ટ એ સંબંધેની આ જામીન અરજીનો નિર્ણય કરશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
