જૂનાગઢમાં બિસ્માર રોડ મામલે આપના કાર્યકરોનું આંદોલન
આપના મહિલા નેતા રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરોનું આંદોલન,
પોલીસે તમામની કરી અટકાયત
જૂનાગઢમા ખરાબ રોડ રસ્તાને લઈ પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ સહિતના કાર્યકર્તાએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અટકાયત કરી
જૂનાગઢ શહેરમા ભારે વરસાદના કારણે રસ્તાની હાલત અત્યંત બિસ્માર બની છે જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે આ મુદે આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ રોડ બનાવો જીવ બચાવો ના નારા સાથે AApના કાર્યરતાઓ રસ્તા પર ઉતરીયા હતા પરંતુ પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી જેમા આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશ્મા પટેલ પણ સામીલ હતા જૂનાગઢમાં કમરતોડ રસ્તાને કારણે આપના નેતા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આંદોલનમાં મહિલા નેતા રેશ્મા પટેલ પણ હાજર રહ્યા હતા. સૌએ વિરોધ દર્શાવતા બેનર સાથે રસ્તા રોકો આંદોલન શરુ કર્યું હતું. ઉપરાંત ભ્રષ્ટાચારના પણ આરોપ મૂકવામાં આવ્યા છે. પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી છે.
