વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી
સી.આર. પાટીલે મહાદેવ ઈચ્છાનાથ મંદિરમાં પૂજા કરી,
મંદિરની બહાર ઝાડુ લગાવી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ સુત ભાજપ દ્વારા કેન્દ્રીય મંત્રીની હાજરીમાં સફાઈ અભિયાન કરવાની સાથે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કર્યુ હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની સુરતમાં સેવાકીય કાર્યો દ્વારા ઉજવણી કરાઈ હતી. સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે ઈચ્છાનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કર્યુ હતું અને વડાપ્રધાનના દીર્ઘાયુ માટે કામના કરી હતી. તો તો દેવાધિદેવ મહાદેવને જળાભિષેક કર્યા બાદ સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. જેમાં સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયાં હતાં.
