સુરતમાં બળાત્કારના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
પોલીસે મધુ વલ્લભ ગોગદાણીની ધરપકડ કરી
સુરતમાં બળાત્કાર અને પોસ્કોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ મેદાને આવી ગઈ છે ત્યારે સુરતની સરથાણા પોલીસે બળાત્કાર તથા પોસ્કોના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા આરોપીને કેનાલ રોડ પરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.
સુરત પોલીસ કમીશ્નર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમીશ્નર સેક્ટર વન વાબાંગ જામીર નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ કમિશન ઝોન-વન આલોક કુમાર અને મદદનીશ પોલીસ કમિશનર એ ડીવીઝન વી.આર. પટેલ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તથા અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ હતી. જે અનુસંધાને પી.આઈ. એમ.બી.ઝાલા નાઓના માર્ગદર્શન આધારે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સારૂ તપાસ કરી રહેલી ટીમના બાતમી મળી હતી કે એક વર્ષથી બળાત્કાર અને પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા પાસોદરા ખાતે આવેલ ઓમ ટાઉનશીપમાં રહેતા મધુભાઈ વલલભભાઈ ગોગદાણી હાલ કેનાલ રોડ મેલડી માતાના મંદિર પાસે આવવાનો છે જે માહિતીના આધારે સરથાણા પોલીસ મથકના પી.એસ.ઈ. એમ.જી. લીંબોલા તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ જેશીંગભાઈ કરમરભાઈ તથા વુમન અનાર્મ પોલીસ કોન્લ્ટેબલ નૈનાબેનએ ત્યાં જઈ આરોપી મધુભાઈ વલ્લભભાઈ ગોગદાણીને ઝડપી પાડી તેની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.