તાલુકા પંચાયત સામે દુકાનમાં અજાણ્યા શખ્સે કર્યો હુમલો
સીસીટીવીમાં કેદ થઈ ઘટના
અરવલ્લી જિલ્લાના ભિલોડા નગરમાં તાલુકા પંચાયત સામે આવેલી પાન પાર્લર પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પાન પાર્લરના વેપારી દર્શન રાઠોડ પર એક અજાણ્યા શખ્સે અચાનક હુમલો કર્યો હતો. જે હુમલાનો વીડિયો સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.
ઘટના સમયે દર્શન રાઠોડ પોતાની દુકાનમાં રોજિંદા કામકાજમાં વ્યસ્ત હતો. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ દુકાને આવ્યો હતો. કોઈપણ પ્રકારની વાતચીત કે ચર્ચા કર્યા વિના જ તે શખ્સે વેપારી પર હુમલો કરી દીધો હતો. દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે. સીસીટીવી ફૂટેજમાં હુમલાખોરની હરકતો સ્પષ્ટ દેખાઈ રહી છે. બનાવ અંગે વેપારી દર્શન રાઠોડે ભિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. નગરમાં વધી રહેલી આવી ગુનાખોરી અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ ચિંતાનો વિષય બન્યો છે. પોલીસે આરોપીની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે.