સુરતમાં રૂપિયા પડાવતી ગેંગને પુણા પોલીસે ઝડપી પાડી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રૂપિયા પડાવતી ગેંગને પુણા પોલીસે ઝડપી પાડી
આરોપીઓ પાસેથી 71 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
પુણા પોલીસે આરોપીઓ પાસેથી વધુ તપાસ હાથ ધરી

સુરતમાં વાહન ચાલકો સાથે ઈરાદાપુર્વક પોતાની મોપેડ ટકરાવી અકસ્માત થયાનુ બહાનુ કરી વાહન ચાલકોને ડરાવી ધમકાવી તેઓ પાસેથી રૂપિયા પડાવતી ગેંગને પુણા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી હજ્જારોનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો.

સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર બી ડીવીઝનની સુચના મુજબ પુણા પોલીસ મથકના પી.આઈ. વી.એમ. દેસાઈ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પી.એસ.આઈ. વી.સી. મસાણી તથા પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિલિપ કાંતિભાઈ તથા અનાર્મ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાગવતભાઈની સંયુક્ત બાતમીના આધારે વાહન ચાલકો સાથે ઈરાદાપુર્વક પોતાની મોપેડ ટકરાવી અકસ્માત થયાનુ બહાનુ આપી વાહન ચાલકોને ડરાવી ધમકાવી રૂપિયા પડાવતી ગેંગના ત્રણ સાગરીતો જેમાં લિંબાયત મીઠીખાડી ખાતે રહેતા સજ્જાદ અલી હસન અલી સૈયદ, મીઠીખાડી ખાતે રહેતા સાદીક શકુર શેખ અને લિંબાયત મીઠીખાડી ખાતે આવેલ સાબિર સમસુદ્દીન શેખને ઝડપી પાડી તેઓ પાસેથી 71 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. હાલ તો પુણા પોલીસે આરોપીઓ પાસેથી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *