સુરતમાં સ્વદેશી મેળાનુ આયોજન કરાયુ
પ્રાઈમ આર્કેડ શોપીંગ સેન્ટરની બાજુમાં ઉદઘાટન કરાયુ
ઉદઘાટનમાં પદાધિકારીઓ, કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીને લઈ સ્વદેશી મેળાનુ આયોજન કરાયુ હતું જેનુ રાંદેર ઝોનમાં પ્રાઈમ આર્કેડ શોપીંગ સેન્ટરની બાજુમાં ઉદઘાટન કરાયુ હતું.
લોકલ ફોર વોકલ, મેક ઈન ઈન્ડિયા, વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ, આત્મનિર્ભર ભારત સહિતના વડાપ્રધાનના આહવાનને સાર્થક કરવા સુરત અગ્રેસર રહ્યુ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હિન્દુસ્તાનની જનતા ને આહવાન કર્યું હતું કે સ્વદેશી અપનાવો જેથી વડાપ્રધાનના આહવાન ને લઇ સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીને લઈ રાંદેર ઝોનમાં આવેલ અડાજણ ખાતે પ્રાઈમ આર્કેડ શોપીંગ સેન્ટરની બાજુમાં સ્વદેશી મેળાનુ આયોજન કરવામાં આવ્યો હતો જેના ઉદ્ઘાટન પ્રસંગે પુર્ણેશ મોદી, સુરત શહેરના મેયર, ડેપ્યુટી મેયર, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને પદાધિકારીઓ, કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
