સુરતમાં ઈ સિગારેટના લાખોના જથ્થા ઝપાયા
એસઓજીએ દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો
સુરતમાં મોબાઈલની દુકાનની આડમાં ઈ સિગારેટનુ વેચાણ કરનારને ત્યાં એસઓજીએ દરોડા પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ એસઓજીની ટીમ ડીસીપી રાજદિપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ પી.આઈ. એ.એસ. સોનાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એમ.ડી. હડીયા અને અ.હે.કો. જગશીભાઈ તથા અ.પો.કો. દેવેન્દ્રભાઈને મળેલી બાતમીના આધારે વેસુ ખાતે આવેલ સફલ સ્કવેરમાં મોબાઈલ કેફે નામની દુકાનમાં દરોડા પાડ્યા હતા જ્યાંથી મોબાઈલ દુકાનની આડમાં ઈ સિગારેટનુ વેચાણ કરતા દુકાનદાર ઉધના ખાતે રહેતા કલ્પેશ જીતેન્દ્ર ભાઈશાવાળાને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી ઈ સિગારેટનો જથ્થો સહિત 1 લાખ 4 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
