સુરતમાં ગાંધીજીની જન્મ જ્યંતિની ઉજવણી કરાઈ
આઝાદી કા અમૃત મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા
કાર્યક્રમમાં મેયર, મનપા કમિશનર સહિતનાઓ હાજર રહ્યા
સુરત મહાનગર પાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાંધી જ્યંતિ નિમિત્તે ગાંધી વંદના અને સુતરાંજલી સાથે સર્વધર્મ પ્રાર્થનાનુ આયોજન કરાયુ હતું.
રાષ્ટ્રપિતા અને અંગ્રેજોથી દેશને અહિંસાથી આઝાદી અપાવનાર મહાત્મા ગાંધીજીની જન્મ જ્યંતિની દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે. આઝાદી કા અમૃત મહોત્સવને લઈ સુરત મહાનગર પાલિકા દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની 154મી જન્મ જ્યંતિની ઉજવણી તથા આઝાદી કા અમૃત મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં ગાંધી જ્યંતિએ સવારે ચોક બજાર ખાતે આવેલ ગાંધીબાગમાં ગાંધીજીની પ્રતિમાને સુતરાંજલી સહ વંદના કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. અને ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના અને ભજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મેયર, મનપા કમિશનર સહિતનાઓ હાજર રહ્યા હતાં.
