સુરત : 5 કરોડથી વધુના ફાફડા-જલેબી આરોગશે સુરતીલાલાઓ
દશેરાએ ફાફડા-જલેબી માટે સવારે 5 વાગ્યાથી લાઈન,
એડવાન્સ ઓર્ડર પણ મોટા પ્રમાણમાં મળ્યા, ભાવમાં કોઈ વધારો નહીં
સુરતમાં દશેરાના પર્વની ઉજવણીમાં લોકો ફાફડા જલેબીની જ્યાફત કરે છેત્યારે સુરતમાં વહેલી સવારથી જ ફાફડા જલેબીની દુકાનો પર ગ્રાહકોની કતારો જોવા મળી હતી.
સુરતમાં દશેરા પર્વની ઉજવણીને લઈ ફરસાણની દુકાન બહાર ગ્રાહકોની લાંબી લાંબી લાઈન લાગી હતી. વહેલી સવારથી સુરતીઓ જલેબી ફાફડા લેવા લાઈનમાં ઉભા રહ્યા હતાં. સુરતીઓ દર વર્ષે દશેરાના પર્વએ કરોડોના રૂપિયાના જલેબી ફાફડા આરોગી જાય છે. તો ફરસાણની દુકાનો પર ગ્રાહક માટે લાઈનમાં ઉભા રહેવાની વ્યવસ્થા કરાઈ હતી. અને ગ્રાહકોને ગરમી ન લાગે તે માટે મંડપ બાંધવામાં આવ્યા હતા અને સાથે એક્સ્ટ્રા સ્ટાફ પણ બેસાડવામાં આવ્યો હતો સાથે છાસનું પણ વિતરણ કરાયુ હતું.
