સુરત : પ્રતિબંધિત ઈ સિગારેટના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ
મહિધરપુરા માંથી 4 લાખની કિંમતનો ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો
આરોપી મોબાઈલની શોપમાં ખુલ્લેઆમ ઈ-સિગારેટ બેચતો હતો
સુરતમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલી સતગુરૂ નામની દુકાનમાંથી ગેરકાયદેસર પ્રતિબંધિત સિગરેટોનું વેચાણ કરતા શખસને સુરત એસ.ઓ.જી શાખાએ ઝડપી લઇ વધું કાર્યવાહી હાથ ધરી છે. ભારતમાં પ્રતિબંધિત એવી 4 લાખની બુગાટી નામની ઈ-સિગારેટ ઝડપી પાડવામાં આવી હતી. દુકાનમાં ખુલ્લેઆમ ઈ-સિગારેટનું વેચાણ કરવામાં આવતું હતું.
નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની એસ.ઓ.જી.ની ટીમને ઈ સિગારેટ પકડવામાં સફળતા મળી છે. ત્યારે સુરત એસઓજીએ બાતમી આધારે સુરત મહિધરપુરા આર્યુવેદીક ગરનાળા પાસે આવેલ ઇન્ફીટીયુ ટાવર માર્કેટમાં આવેલા પહેલા માળે સતગુરૂ નામની દુકાનમાં દરોડા પાડ્યા હતાં. દુકાનમાંથી આરોપી મુળ રાજસ્થાનના ઝાલોરનો અને હાલ ગોડાદરા ખાતે વેકુંડધામ સોસાયટીમાં રહેતા વિક્રમકુમાર હંજાજી રાજપુરોહીતને ઝડપી પાડી પડ્યો હતો. વિક્રમકુમારની દુકાનમાંથી ગેરકાયદે રીતે વેચાણ કરવા રાખેલ 4 લાખની 100 નંગ બુગાટી 9000 ઈલાઈટ કંપનીની ઈ-સિગારેટ મળી આવી હતી. આ એક ઈ સિગારેટની કિંમત 4 હજાર રૂપિયા છે. આ સિગારેટ ભારતમાં પ્રતિબંધિત છે. હાલ તો આરોપીને પકડી પાડીને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિગારેટ ક્યાંથી આવી હતી અને અત્યાર સુધીમાં કેટલાને વેચવામાં આવી છે તે અંગે પૂછપરછ કરાશે.