સુરતના શીવંતા જેમ્સના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા
અપૂરતું કામ અને વેતન મળતા રત્નકલાકારોમાં રોષ
હીરા ઉદ્યોગમાં મોટી અસંતોષની લહેર ફાટી નીકળી
સુરતના વરાછામાં શિવાંત જેમ્સ ડાયમંડ કંપની દ્વારા રત્નકલાકારોના કામના ભાવે કરાયેલા ઘટાડા સામે રત્નકલાકારો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભાવ વધારાની માંગ કરી હતી.
વિશ્વવિખ્યાત હીરા ઉદ્યોગમાં મોટી અસંતોષની લહેર ફાટી નીકળી છે, કારણ કે શિવાંત જેમ્સ ડાયમંડ કંપની દ્વારા રત્નકલાકારોના કામના ભાવે કરાયેલા ઘટાડા સામે કલાકારો રસ્તા પર ઉતરી આવ્યા છે. કંપનીએ જીણા હીરા માટે મળતા રૂ. 18 પ્રતિ હીરાના ભાવે ઘટાડો કરીને તેને માત્ર રૂ. 12 કરી દીધો છે. સૌથી વધુ અસંતોષ એ વાતનો છે કે જે મોટા, એટલે કે જાડા હીરા માટે કલાકારોને અગાઉ રૂ. 100 જેટલો દર મળતો હતો, તે હીરા હવે જીણા હીરા તરીકે ગણવામાં આવી રહ્યા છે અને તેમના માટે પણ હવે માત્ર રૂ. 12 આપવામાં આવે છે. આ અચાનક થયેલા મોટા ઘટાડાને કારણે કલાકારોમાં ભારે રોષ છવાઈ ગયો છે. ઘણા કલાકારોોએ કામથી અળગા રહીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમના મતે, પ્રતિ હીરા રૂ. 6 જેટલો ઘટાડો કરાયો છે, જે ખૂબજ અન્યાયી છે. ઘટેલા ભાવે કામ કરવાથી, જે કલાકાર અગાઉ રૂ. 30,000 થી રૂ. 35,000 સુધી મહિને કમાતા હતા, તેઓની આવક હવે માત્ર રૂ. 15,000 જેટલી રહી ગઈ છે. મહેનત વધતી જાય છે અને કમાણી ઘટતી જાય છે – એવો ગુસ્સો કલાકારો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રત્નકલાકારો કંપની પાસેથી સ્પષ્ટ રીતે માંગણી કરી રહ્યા છે કે તેમની મહેનત અનુસાર દ્રષ્ટિએ દરો આપવો જોઈએ અને હાલના ઘટાડેલા ભાવે તાત્કાલિક પછેડો લેવો જોઈએ. તેઓની માંગ છે કે જીણા અને જાડા હીરા માટે જુદાજુદા દર થવા જોઈએ, જેથી કાર્યની ગુણવત્તા અને મહેનતનું યોગ્ય મૂલ્યાંકન થઈ શકે.