સુરતમાં મહાવીરજયંતીની ભવ્ય ઉજવણી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં મહાવીરજયંતીની ભવ્ય ઉજવણી
શુદ્ધ ઘીના એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ લાડુનું વિતરણ કરાયું

જૈન ધર્મના ચોવીસીના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દીન નિમિતે સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ઘીના એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આજે 10 એપ્રિલના રોજ મહાવીર સ્વામીની જન્મજયંતી ઉજવવામાં આવી રહી છે. જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ 599 BCમાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલાને ત્યાં થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. મહાવીર સ્વામીનું જીવન ત્યાગ, તપસ્યા અને આત્મવિકાસની પ્રેરણા રહ્યું છે. તેમના ઉપદેશો આજે પણ એટલા જ સુસંગત છે જેટલા સદીઓ પહેલા હતા. મહાવીર સ્વામીનો આ ઉપદેશ આજના સમયમાં પણ એટલો જ અર્થપૂર્ણ છે.કામ, ક્રોધ, લોભ, આસક્તિ, અહંકાર, ઈર્ષ્યા અને નશો – આ બધા આપણામાં છિદ્રો બનાવે છે જે આત્માની પવિત્રતાનો નાશ કરે છે. ત્યારે સુરતમાં જૈન ધર્મના ચોવીસીના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામીજીના જન્મ કલ્યાણક દીનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા શુદ્ધ ઘીના એક લાખ લાડુનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી જૈન શ્વે. મૂ. પૂ. યુવક મહાસંઘ, સુરતના રાષ્ટ્રીય વરિષ્ઠ સંગઠન મંત્રી નીરવભાઈ શાહે જણાવ્યું હતું કે , સુરત શહેરમાં વિવિધ જગ્યાએ જ્ઞાતિ જાતિ ના ભેદભાવ વિના શુદ્ધ ઘીના એક લાખ જેટલા બનાવેલા લાડુનું વિતરણ આજે શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ દ્વારા કરવામાં આવ્યું છે. દેશમાં હમેશા શાંતિ જળવાઈ રહે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *