સુરતમાં હોમીઓપેથી કેમ્પ યોજાયો
“હોમીયો અર્થાત સમાન અને પેથોસ અર્થાત રોગ”
મેગા હોમીઓપેથી કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
વિના મુલ્યે હોમીઓપેથી નિદાન સારવાર મેગા કેમ્પનું આયોજન
આજે વિશ્વ હોમીઓપેથી દિવસ નિમત્તે સુરતના શહેરના લીંબાયતના નીલગીરી ગ્રાઉંન્ડ નજીક આવેલા સુભાષનગર કોમ્યુનિટી ખાતે હોમીઓપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યા માં લોકો જોડાયા હતા.
દર વર્ષે 10 એપ્રિલે, હોમિયોપેથીના સ્થાપક ડૉ. ક્રિશ્ચિયન ફ્રેડરિક સેમ્યુઅલ હેનેમેનની યાદમાં વિશ્વ હોમિયોપેથી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ હોમિયોપેથીને વધુ વિકસાવવા માટેની સમજ અને વ્યૂહરચનાઓને પણ પડકાર આપે છે. ડો. સેમ્યુઅલ ક્રિશ્ચિયન ફ્રેડરિક હેનેમેન એક જર્મન ચિકિત્સક હતા, જે હોમિયોપેથી નામની વૈકલ્પિક દવાઓની સ્યુડોસાયન્ટિફિક સિસ્ટમ બનાવવા માટે જાણીતા હતા.
દર વર્ષે આ ખાસ દિવસની ઉજવણી માટે એક ખાસ થીમ અપનાવવામાં આવે છે. તે જ સમયે, વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 ની થીમ ‘અભ્યાસ, શિક્ષણ, સંશોધન’ તરીકે નક્કી કરવામાં આવી છે. આ થીમ હોમિયોપેથીના વિકાસના ત્રણ મૂળભૂત સ્તંભોને પ્રકાશિત કરે છે. “હોમીયો અર્થાત સમાન અને પેથોસ અર્થાત રોગ” હોમીઓપેથી એટલે એવી એક ચિકિત્સા પદ્ધતિ જેમાં રોગ અને સારવાર માટે વપરાતી દવા વચ્ચે સમાનતાનો સંબંદ હોય.ત્યારે સુરતના શહેરના લીંબાયતના નીલગીરી ગ્રાઉંન્ડ નજીક આવેલા સુભાષનગર કોમ્યુનિટી હોમીઓપેથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હોમીઓપેથી વિના મુલ્યે નિદાન સારવાર મેગા કેમ્પનું આયોજન કરાયું હતું સાથે લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. કેમ્પ સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લું મુકાયું હતું આ મેગા કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા એન્ડ કેમ્પ ને સફળ બનાવ્યા હતા.