સુરતના ડીંડોલીમાં તોડફોડ અને પથ્થરમારો
મલ્હાર ચા કોર્નર પર તોડફોડ, પથ્થરમારો
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
સુરતના ડીંડોલી વિસ્તારના મલ્હાર ચા કોર્નર પાસે ગઈ રાત્રે ત્રણ વાગ્યાના આસપાસ તોડફોડ અને પથ્થરમારાની ગંભીર ઘટના બની છે. મળતી માહિતી મુજબ, કેટલાક અસામાજિક તત્વો લૂંટના ઇરાદે સ્થળ પર ઘૂસ્યા હતા અને તેમણે ચા ની હોટલ તથા આસપાસના દુકાનો પર પથ્થરમારો કર્યો હતો.
સુરતના ડીંડોલી વિસ્તારના મલ્હાર ચા કોર્નર પાસે ગઈ રાત્રે ત્રણ વાગ્યાના આસપાસ તોડફોડ અને પથ્થરમારાની ગંભીર ઘટના બની છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો પાસે ચપ્પા અને દંડા હતા, જેને કારણે દુકાનદારોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની આખી ઘટના હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે, જેનો વિડિયો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઓળખવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ ઝડપથી ઝડપાશે અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. સ્થાનિક લોકોએ રાત્રિના સમયમાં સુરક્ષા વધારવા અને પેટ્રોલિંગ વધારેવાની માગ કરી છે. આવા ઘટનાઓના કારણે વિસ્તારમાં અસુરક્ષાનો માહોલ સર્જાયો છે અને વેપારીઓમાં પણ ભયનો માહોલ છે.