સુરત એસઓજીએ ૧૧ મહિનાથી ફરાર આરોપીને ઝડપ્યા
આરોપી ડ્રગ્સના ગુનામાં ૧૧ મહિનાથી નાસ્તો – ફરતો હતો
પાનના ગલ્લાની સામેથી તુષાર મહેશ જોશી ઝડપાયો
સુરત એસઓજી પોલીસે જુનાગઢ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ડ્રગ્સના ગુનામાં છેલ્લા ૧૧ મહિનાથી નાસ્તા – ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે એસઓજી પોલીસે જણાવ્યું હતું કે , એસઓજી પોલીસની ટીમેં નાર્કોટીકસના ગુનાના વોન્ટેડ આરોપીનો ડેટા એકત્રિત કરી નાસ્તા – ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપી હતી. ત્યારે કુબેરનગરના પોપડામાં આવેલ બાપાસિતારામ પાનના ગલ્લાની સામે જાહેર રોડ ઉપરથી આરોપી તુષારભાઈ ઉર્ફે બાલો મહેશભાઈ જોશીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે , જુનાગઢ પોલીસ દ્વારા ગઈ તારીખ ૦૭/૦૬/૨૦૨૪ના રોજ આરોપી ભરત ઉર્ફે પુરાના બગડાને નશાકારક કેનાબીસ વેચાણ કરવા આપ્યા હતા. આરોપી તુષાર જોસી પાસેથી મહાસાગર ટ્રાવેલ્સમાં પાર્સલ મંગાવી તે મેળવી મોપેડ ઉપર લઇ આબી પોતાની પાસે નશાકારક કેનાબીસ રાખ્યા હતા. આ કેનાબીસ ૧૯૯૬ ગ્રામ હતા જેની કિંમત ૧૯૯૬૦ થી વધુ થાય છે. પકડાયેલ આરોપીને સુરત ખાતેથી ગાંજાનો જથ્થો લઇ મહાસાગર ટ્રાવેલ્સ દ્વારા મોકલવામાં આવેલ જે ગાંજાનો જથ્થો જુનાગઢ પકડાઈ હતા તે પોતે કચ્છ ભાગી ગયો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેનો ક્બ્જો જુનાગઢ પોલીસને સોપવાની તજવીજ હાથ ધરી છે.