સુરતના સલાબતપુરા પોલીસની સરહનીય કામગીરી
સલાબતપુરા પોલીસે ગુમ થયેલા બાળકને શોધી કાઢી
પોલીસે બાળકને હેમખેમ શોધી કારી પરિવારને સુપરત કર્યો
સુરતમાં લગ્ન પ્રસંગ માટે આવેલા પરિવારનો નવ વર્ષીય બાળક ગુમ થયા બાદ પરિવાર દોડતો થઈ ગયો હતો તો બનાવને લઈ પોલીસને જાણ કરાતા તાત્કાલિક સલાબતપુરા પોલીસે ટીમો બનાવી સીસીટીવી સહિતની તપાસ કરી બાળકને શોધી પરિવાર સાથે મિલન કરાવતા પરિવાર ભાવુક થયો હતો.
સુરત પોલીસની કામગીરીની હાલ તો ચોમેર સરાહના થઈ રહી છે. કારણ કે લોકો માટે હંમેશા તત્પર રહેતી સુરત પોલીસ લોકોના મોઢા પર સ્મીત લાવવાનું કામ કરી રહી છે. હાલમાં સલાબતપુરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. વાત એમ છે કે સુરતમાં લગ્ન પ્રસંગમાં આવેલા એક પરિવારનો નવ વર્ષનો બાળક ગુમ થયો હતો જેની પરિવાર સહિતનાઓએ શોધખોળ કરી હોવા છતા કોઈ ભાળ ન મળતા પોલીસને જાણ કરાઈ હતી. જેથી સલાબતપુરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. અને પી.આઈ. કે.ડી. જાડેજા દ્વારા એક પી.એસ.આઈ. સહિત છ પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી. સાથે સીસીટીવી ફુટેજ અને હ્યુમન સોર્સીસની મદદથી પોલીસે બાળકને હેમખેમ શોધી કારી પરિવારને સુપરત કર્યો હતો. જેને લઈ પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો હતો. તો પોલીસ મથકમાં પરિવાર ભાવુક પણ થઈ ગયો હતો. પોલીસે બાળકને બે જોડી નવા કપડા અપાવ્યા હતા સાથે બપોરથી ભુખ્યો હોય બાળકને જમાડીને પરિવારને સોંપ્યો હતો