સુરતના સચીન જીઆઈડીસીમાંથી એક મહિલાની લાશ મળી
તલંગપુરમાં રહેતી 30 વર્ષીય યુવતી મુન્નીદેવીનો મૃતદેહ મળી
પ્રેમીએ જ તેની હત્યા કરી હોવાની આશંકા પોલીસે વ્યકત કરી
તલંગપુર વિસ્તારમાં ઘટનાને લઈને શોકનો માહોલ ફેલાયો
સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક શંકાસ્પદ હત્યાના કેસે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. તલંગપુર વિસ્તારમાં રહેતી 30 વર્ષીય યુવતી મુન્નીદેવીનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. તો પ્રેમીએ જ તેની હત્યા કરી હોવાની આશંકા પોલીસે વ્યકત કરી છે.
સુરતના સચીન જીઆઈડીસી વિસ્તારમાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. જેની પોલીસે તપાસ હાથ ધરી હતી. અને તપાસ કરતા મહિલા મુન્નીદેવી મૂળ બિહારની વતની હતી અને પતિ તથા બે દીકરાઓ સાથે રહેતી હોવાનુ સામે આવ્યુ હતું. તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જણાવ્યું છે કે, મૃતકને છેલ્લે અરમાન હાશમી નામના યુવાન સાથે બાઈક પર જતી નજરે પડી હતી. પ્રાથમિક અનુમાન અનુસાર મુન્નીદેવી અને અરમાન હાશમી વચ્ચે પ્રેમસબંધ હતો પરંતુ, તાજેતરમાં બંને વચ્ચે તકરાર થયાનો ખુલાસો થયો છે. એ જ તકરારનાં કારણે અરમાને આક્રોશમાં આવી બોથડ પદાર્થથી મુન્નીદેવી પર હુમલો કરી બેફામ માર મારી તેની હત્યા કરી નાખી. ત્યારબાદ આરોપી અરમાન ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો એવી આશંકાઓ હાલ સેવાઈ રહી છે. હાલ સચિન જીઆઈડીસી પોલીસ અરમાન હાશમીની શોધખોળ કરી રહી છે. પોલીસે જુદી-જુદી ટીમો બનાવી તપાસને વેગ આપ્યુ છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે, જેથી મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લઈને આ કેસને ગંભીરતાપૂર્વક હેન્ડલ કરવા આદેશ આપ્યો છે. વધુમાં મૃતક મુન્નીદેવીનાં પરિવારજનોની પરિસ્થિતિ અત્યંત કરૂણ બની છે. બે દીકરાઓ પોતાનાં માતાને ગુમાવ્યાના આઘાતમાં છે અને આખા તલંગપુર વિસ્તારમાં આ ઘટનાને લઈને શોકનો માહોલ ફેલાયો છે. હવે સમગ્ર શહેરમાં લોકોના મૌખિક ચર્ચા છે કે, પ્રેમસબંધોની તલખી કઈ હદ સુધી જઈ શકે છે. સચિન પોલીસ હવે આ કેસને આગળ વધારી આરોપીને ઝડપવા માટે સઘન શોધખોળ ચલાવી રહી છે.