બાઈક અને એક્ટિવાની સામસામે ખતરનાક ટક્કર

Featured Video Play Icon
Spread the love

 

બાઈક અને એક્ટિવાની સામસામે ખતરનાક ટક્કર
ઉધનામાં બે ટુવ્હિલરના અકસ્માતમાં ચાલકો રોડ પર પટકાયા,
બંનેનો હેલમેટ પહેર્યા હોવાથી બચાવ
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ

સુરતના ઉધના વિસ્તારમાં બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા બંને ચાલકોની સામે સામે ટક્કર થઈ હતી. અકસ્માતના પગલે બંને ચાલકો જમીન પર પટકાયા હતા. જોકે, બંનેએ હેલમેટ પહેર્યું હોવાથી ગંભીર ઈજાઓ થઈ નહોતી.

મળતી માહિતી પ્રમાણે, મૂળ મહારાષ્ટ્ર અને ગોડાદરાના ભક્તિનગરમાં 34 વર્ષીય દીપક મનોહર પિંગલે પરિવાર સાથે રહે છે. ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 20 એપ્રિલના રોજ સવારે દીપક એક્ટિવા લઈને જતો હતો તે દરમિયાન ઉધનાની લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝ ખાતે અકસ્માત થયો હતો. જેથી ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. એક્ટિવા ચાલક દીપક અને સામેથી આવતી બાઈકના ચાલકે અગળ જતા ટેમ્પો ઓવરટેક કરવા જતા સામેથી આવતા દીપકના એક્ટિવા સાથે અથડાઈ હતી. એક્ટિવા અને બાઈક સામ સામે અથડાતા બંને ચાલકો નીચે પટકાયા હતા. એક્ટિવા પર રહેલા દીપકને પણ સહિતના શરીરના ભાગે ઈજા પહોંચી હતી. જ્યારે બાઈક પર સવાર યુવક અને યુવતીને પણ સામાન્ય ઇજા થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. બાઈક ચાલકે ઉધના લક્ષ્મીનારાય ઇન્ડસ્ટ્રીઝ ખાતે રોડ પર દીપકભાઇની એક્ટિવાને ટક્કર મારી હતી. જેથી તેને ડાબા પગમાં ઘુંટણના ભાગે ફેકચર હોવાનું ડોકટરે જણાવ્યું હતું. અને તેમનું ઓપરેશન કર્યું હતું. જેથી પત્નીએ પતિ દીપક સાથે અકસ્માત કરનાર સામે અકસ્માતની ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અકસ્માતમાં મોપેડ અને બાઈક ચાલકોએ હેલમેટ પહેર્યા હોવાથી ગંભીર ઈજા થઈ ન હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *