સુરતમાં અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
પોલીસે આરોપી અને ભોગ બનનારને ઝડપી પાડ્યો
મહારાષ્ટ્ર ધુલીયાના ફિરોજ રઝાક કુરેશીની ધરપકડ
સુરતની લાલગેટ પોલીસ મથકમાં અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી અને ભોગ બનનારને સચીન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડી લાલગેટ પોલીસને સોંપ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર સેકટર ટુ, નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર આઇ ડિવીઝનનાઓ તરફથી વણ શોધાયેલ ગુના શોધી કાઢવા તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સુચનાઓના આધારે સચીન જીઆઈડીસી પોલીસ મથકના પી.આઈ. કે.એ. ગોહિલ તથા સેકન્ડ પી.આઈ. બી.બી.પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના ઈન્ચાર્જ એ.એસ.આઈ. મો.ઈરસાદ ગુલામ સાદીક નાઓના નેતૃત્વ હેઠળ અનાર્મ હેડ કોન્સ્ટેબલ મુકેશભાઇ દિલીપભાઇ તથા પ્રવિણભાઇ ભીમાભાઇનાઓએ હ્યુમન સોર્સીસ તથા સંયુક્ત બાતમીના આધારે લાલગેટ પોલીસ મથકમાં અપહરણ તથા પોક્સોના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી મહારાષ્ટ્ર ધુલીયાના ફિરોજ રઝાક કુરેશીને તથા ભોગ બનનારને શોધી કાઢી તેઓનો કબ્જો લાલગેટ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.