માંડવીમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું
મઢી સુગર ફેક્ટરીમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.
એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું
સુરત જિલ્લના માંડવી ખાતે મઢી સુગર ફેક્ટરીમાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું.
મઢી સુગર ફેક્ટરીમાં ડિસ્ટીલરી વિભાગમાં આજરોજ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના ચીફ એકાઉન્ટન્ટ મહેશભાઈ પારેખ, ઓએસ નવીનભાઈ મોનિયા, પરચેઝ ઓફિસર સંજય સિંહ ચૌહાણ, ડીસ્ટીલરી ઇન્ચાર્જ લય પટેલ, મઢી સુગર ફેક્ટરીના ચીફ એન્જિનિયર શ્રી સંજય શાહ, પ્રોડક્શન મેનેજર હિતેશ પાટીલ, સુગર સેલ ઇન્ચાર્જ ચિરાગભાઈ કાયસ્થ, સિક્યુરિટી ઓફિસર હમીરસિંહ ચૌહાણ, ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ સુનિલભાઈ પાટીલ, યાર્ડ સુપરવાઇઝર સંજયભાઈ પટેલ, તથા એન્જિનિયર સ્ટાફ, તથા ડિસ્ટેલરી ના સ્ટાફ, દરેક અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું…