ભાજપ શાસિત સુશાસનના 11 વર્ષ પૂર્ણ
કામરેજ તાલુકા ભાજપ ધ્વારા કાર્યશાળા યોજાય.
ગુરુવારથી સંકલ્પ સિદ્ધિ કાર્યક્રમ યોજાવામાં આવ્યા
ભાજપ શાસિત સુશાસનના 11 વર્ષ પૂર્ણ થતા કામરેજ તાલુકા ભાજપ ધ્વારા કાર્યશાળા યોજાય.
કામરેજના મંછા બા હોલ ખાતે આયોજિત કાર્ય શાળામાં સુરત જીલ્લા ભાજપ સંગઠન મહામંત્રી કિશન પટેલ, રાજેશ પટેલ સીમાડી સહીત સુરત જિલ્લા, તાલુકા ભાજપના હોદ્દેદારો હાજર રહ્યા હતા.કિશન પટેલે કહ્યું હતું કે મોદી શાસનના 11 વર્ષ પૂર્ણ થતા ગુરુવારથી સંકલ્પ સિદ્ધિ કાર્યક્રમ યોજાવામાં આવ્યા હતા.ભાજપ ધ્વારા કેન્દ્ર સરકારમાં 11 વર્ષના સમયમાં કરેલી કામગીરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ધ્વારા જન જન સુધી પહોચાડવાની કામગીરી છે.મોદી સરકાર ઘ્વારા લેવાયેલા નિર્ણય જેમ કે 370 કલમ,વકફ બોર્ડ,રામ મંદિર જેવા અનેક ઐતિહાસિક નિર્ણયો ભાજપ સરકારમાં લેવામાં આવ્યા છે.જેની જન જન સુધી માહિતી આપી લોકોને માહિતીગાર કરવામાં માટે કાર્ય શાળાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યાર બાદ શક્તિ કેન્દ્રો,બુથ લેવલ સુધી ભાજપ કાર્યકરો લઈને જશે.જેનાથી લોકોમાં જાગૃતિ રાષ્ટ્ર પ્રેમ ભાવના જાગે જેના ભાગ રૂપે આવનાર સમયમાં અન્ય કાર્યક્રમો પણ શરૂ થશે…