સુરતમાં સામાન્ય બાબતમાં પતિનો આપઘાત
જમવાનુ બનાવવા બાબતે પત્નિ સાથે ઝઘડો થયો
તકરાર બાદ વિજયએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
સુરતમાં નજીવી બાબતે પણ લોકો આપઘાત કરતા હોવાનુ સામે આવી રહ્યુ છે ત્યારે વેસુ ખાતે રહેતા યુવાને જમવાની બબાતે પત્નિ સાથે થયેલા ઝઘડા બાદ ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ત્રણ સંતાનો હાલ રઝળી પડ્યા છે.
સુરતમાં રોજેરોજ આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે જમવાનુ બનાવવા જેવી બાબતે થયેલા ઝઘટામાં એક યુવાને આપઘાત કરી લીધો હતો. વાત એમ છે કે વેસુ ખાતે રહેતા 25 વર્ષીય વિજય લક્ષ્ણ પત્નિ અને બાળકો સાથે રહેતો હતો. અને જમવાનુ બનાવવા બાબતે વિજયનુ તેની પત્નિ સાથે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં આવેશમાં આવી ગયેલા વિજયએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેને લઈ ત્રણ સંતાનોએ હાલ તો પિતાની છત્ર છાયા ગુમાવી દીધી છે. હાલ તો બનાવની જાણ થતા પોલીસે સ્થળે દોડી જઈ લાશનો કબ્જો લઈ પી.એમ. અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.