અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

Featured Video Play Icon
Spread the love

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
ચૂંટણીને લઈ ભાજપે બેઠકો જીતવાની કવાયત શરૂ કરી ….
ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિ વચ્ચે ઉમેદવારોને માર્ગદર્શન

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે બેઠકો જીતવાની કવાયત શરૂ કરી ….

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપે બેઠકો જીતવા એડીચોટીનું જોર લાગવાનું શરુ કર્યું છે ત્યારે બગસરા શહેરમાં ભાજપના ઉમેદવારો સાથે ભાજપના નેતાઓએ બેઠક મળી હતી. બગસરા નગરપાલિકાના 1 થી 7 વોર્ડના ઉમેદવારો સાથે ભાજપના નેતાઓની બેઠક મળી જેમાં ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરીયાની ઉપસ્થિતિ વચ્ચે ઉમેદવારોને ધારાસભ્ય જે.વી.કાકડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ માર્ગદર્શન આપ્યું…..

બગસરા નગરપાલિકામાં ફરી ભાજપનો ભગવો લહેરાઈ તે અંગે બેઠક યોજાઈ હતી અને વિકાસના મુદ્દે બગસરા પાલિકા કબ્જે કરવાની રણનીતિ બેઠકમાં નક્કી થઈ છે. ત્યારે મતદારોના એક એક ઘર સુધી પહોંચીને વિકાસના કામોને પ્રાધાન્ય આપવા સુચન કર્યુ હતું. ભાજપ પાર્ટી વિરુદ્ધ ફોર્મ ભરનારા કાર્યકર્તાઓ સામે શિસ્તભંગના પગલા લેવાની જીલ્લા ભાજપ પ્રમુખે ચીમકી ઉછરી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *