અમદાવાદ ખાનપુરમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ ખાનપુરમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ.
ખાનપુર શહેર ભાજપ કાર્યાલય ખાતે જીતની ઉજવણી.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા રહ્યા હાજર.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાંભારતીય જનતા પાર્ટીએ ગુજરાતભરમાં ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં 160બેઠકો પર જીત અને ખેડા જિલ્લામાં ક્લીન સ્વીપ સાથે ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આ ભવ્ય સફળતાને વધાવવા માટે અમદાવાદના ખાનપુર અને નડિયાદના કમલમ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને શાનદાર વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અને પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ જશ્નમાં કાર્યકરોએ વિજયી ઉલ્લાસ સાથે કેસરીયો લહેરાવ્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. કુલ 160 બેઠકો પર કેસરીયો લહેરાતા પક્ષના કાર્યકરોમાં ભારે ઉન્માદ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક સફળતાની ઉજવણી માટે ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં જીતનો જશ્ન મનાવવામાં આવ્યો. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ આ વિજયી માહોલમાં સહભાગી થઈને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો

રાજ્યભરના ભાજપ કાર્યાલયો પર જીતની ખુશીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કાર્યકરોએ ઢોલ-નગારાના તાલે ઝૂમીને અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. મીઠાઈ વહેંચીને એકબીજાનું મોઢું મીઠું કરાવીને આ ઐતિહાસિક વિજયને વધાવવામાં આવ્યો છે. પક્ષના હોદ્દેદારોએ આ જીતને જનતાના વિશ્વાસ અને સરકારના વિકાસકામોની જીત ગણાવી છે. આગામી સમયમાં વિજેતા ઉમેદવારો લોકસેવાના કાર્યોને વધુ વેગ આપશે તેવો સંકલ્પ પણ આ પ્રસંગે કરવામાં આવ્યો છે. પક્ષની મજબૂત વ્યુહરચનાના પરિણામે રાજ્યમાં કેસરીયો માહોલ છવાયો છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *