સુરતનાં કતારગામમાં મોડી રાત્રે થઇ ચોરી
વિસ્તારમાં ચોરો દ્વારા 3 દુકાનના લોક તોડી નાંખ્યા
3 દુકાનના તાલા તોડી 1.5 લાખ સુધીની રોકડ ચોરી કરી ગયા
ચોરી કરવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
સુરતમાં એક તરફ વરસાદે માઝા મુકી છે ત્યાં કતારગામ વિસ્તારમાં એક સાથે ત્રણ ત્રણ દુકાનોમાં ચોરોએ હાથફેરો કરી તરખાટ મચાવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. તો ચોરો સીસીટીવીમાં કેદ થયા છે.
સુરતમાં વરસતા વરસાદ અને ભરાયેલા પાણી વચ્ચે કતારગામ વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી. સુરતના કતારગામ વિસ્તારમાં ત્રણ દુકાનોમાં ચોરી થઈ હતી. અજાણ્યા ચોરોએ ત્રણ જેટલી દુકાનો માં હાથ ફેરો કર્યો હતો. અને ત્રણે દુકાનો મળીને અંદાજિત દોઢ લાખ સુધીની ચોરી કરાઈ હતી. તો ચોરીની ઘટનાને અંજામ આપનાર રીઢાઓ સીસીટીવીમાં પણ કેદ થયા હોય હાલ તો પોલીસે સીસીટીવીની મદદથી રીઢાઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.