સુરતમાં ડ્રગ્સ સાથે બે આરોપી ઝડપાયા
ઉત્રાણ પોલીસે આરોપીઓની ધરપકડ કરી
સઈદ રસીદ કુરેશી અને સતિષ સવસવીયાની ધરપકડ
સુરત પોલીસ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે સુરતની ઉત્રાણ પોલીસે લાખોના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા સુરત પોલીસને આદેશ આપ્યો છે જેને લઈ સુરતની તમામ પોલીસ નશાનો કાળો કારોબાર કરનારાઓ સામે લાલ આંખ કરી બેઠી છે ત્યારે ઉત્રાણ પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે ને ઝડપી પાડ્યા હતાં. સુરતની ઉત્રાણ પોલીસે વરાછા ગોપીન સર્કલથી સઈદ રસીદ કુરેશી અને સતિષ દેવરાજ સવસવીયાને 3 લાખ 22 હજારથી વધુની કિંમતના 28.13 ગ્રામ એમડી ડ્રગ્સ એટલે કે મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યા હતાં. અને બન્ને વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તો આરોપીઓ ક્યાંથી એમડી ડ્રગ્સ લાવ્યા અને કોને આપવાના હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.