સુરતમાં આગામી અષાઢી બીજ ના દિવસે ભવ્ય રથયાત્રાનુ આયોજન
રથયાત્રાના રૂટ અંગે ઈસ્કોન મંદીર દ્વારા માહિતી આપવામાં આવી
યાત્રાના અંતે મંદિરમાં ભક્તો માટે પ્રસાદ જમણવાર નુ પણ આયોજન
આગામી અષાઢી બીજ ના દિવસે સુરતમાં ભવ્ય રથયાત્રાનુ આયોજન કરાયુ છે ત્યારે રથયાત્રાના રૂટ અંગે ઈસ્કોન મંદીર દ્વારા માહિતી આપવા એક પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યુ હતું.
સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નિકળે છે ત્યારે આ વર્ષે પણ સુરતમાં અલગ અલગ જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રાનુ આયોજન કરાયુ છે. જેમાં મુખ્ય સૌથી મોટી રથયાત્રા ઈસ્કોન મંદીરની રેલ્વે સ્ટેશન જહાંગીરપુરા ઈસ્કોન મંદીર સુધી યોજાઈ છે. જે અંગે માહિતી આપવા માટે ઈસ્કોન મંદિર ખાતે પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યુ હતું. સુરત શહેરમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન ઈસ્કોન સંસ્થાના હસ્તે 27 જૂન શુક્રવારના રોજ કરવામાં આવ્યું છે. રથયાત્રાની શરૂઆત બપોરે સાડા ત્રણ કલાકે સુરત રેલવે સ્ટેશનથી થશે અને તે જહાંગીરપુરા હરે કૃષ્ણ મંદિર સુધી યાત્રા કરશે. આ રથયાત્રાનું પ્રારંભ સુરતના કલેકટર તથા પોલીસ કમિશનરના હસ્તે આરતી વિધી દ્વારા કરવામાં આવશે. તો રથયાત્રા રેલ્વે સ્ટેશનેથી નિકળી સહારા દરવાજા, રીંગરોડ, ઉધના દરવાજા, મજુરાગેટ, સરદાર પુલ, અડાજણ રોડ અને ત્યાંથી જહાંગીરપુરા ઈસ્કોન મંદિરે સમાપ્ત થશે. તો રથયાત્રામાં 22 જેટલા ભવ્ય પ્લોટ સામેલ હશે. જેમાં મોટી બેન્ડ પાર્ટી, ઘોડા અને સ્વામી પૃપાદરની બગી હશે. તો યાત્રામાં લોકો માટે સતત બુંદી અને પ્રસાદનુ વિતરણ કરાશે. યાત્રાના અંતે મંદિરમાં ભક્તો માટે પ્રસાદ જમણવાર નુ પણ આયોજન કરાયુ છે. આ રથયાત્રા ભક્તિ, ભવ્યતા અને લોક સહભાગિતાથી ભરપૂર હશે. સુરતવાસીઓ અને આસપાસના ભક્તો માટે આ એક વિશેષ આધ્યાત્મિક તહેવારરૂપ પ્રસંગ બની રહેશે. તેમ પત્રકાર પરિષદમાં જણાવાયુ હતું.