સુરતના અડાજણ પાલમાં મુખ્ય રોડ પર મસ્ટ મોટો ભુવો પડ્યો
મસ્ટ મોટો ભુવો પડતા વાહન ચાલકો પરેશાન થયા
ભુવો પડ્યા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
સુરતમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાની ઘટનાઓ યથાવત હોય તેમ લાગી રહ્યુ છે ત્યારે અડાજણ પાલ વિસ્તારમાં મુખ્ય રોડ પર મસ્ટ મોટો ભુવો પડતા વાહન ચાલકો પરેશાન થયા હતાં.
સુરતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન રસ્તાઓ પર મસમોટા ભુવાઓ પડી રહ્યા હોવાની ઘટના વર્ષોથી ચાલી આવી છે અને આ વર્ષે પણ રસ્તાઓ પર ભુવા પડી રહ્યા છે. ત્યારે સુરતના અડાજણ પાલ વિસ્તારમાં મુખ્ય રોડ પર મસ્ત મોટો ભુવો પડ્યા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થોય છે. રસ્તાની બરોબર મધ્યમાં ખાડો પડતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતાં. તો સુરત મહાનગર પાલિકાની રોડ કામગીરી સામે સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા સવાલો ઉભા કરાયા હતાં.