શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત થઈ
ઈકો ક્રાન્તિ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ
સુરતથી ઈકો ક્રાન્તિ શરૂ થઈ હોય તેમ શ્રી શ્રી રવિશંકરજીના માર્ગદર્શન હેઠળ સિંગલ યૂઝ પ્લાસ્ટિક મુક્ત ગ્રીન મિશનની શરૂઆત થઈ છે. જેને લઈ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના એસ.એસ.આર.ડી.પી. શ્રી શ્રી રૂરલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ એન્ડ સસ્ટેનેબીલીટી વિભાગ અને સુરત મહાનગર પાલિકા વચ્ચે એમઓયુ કરાયુ છે.
સુરત પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલ તરફના સંકલ્પ સાથે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ના માર્ગદર્શન હેઠળ શ્રી શ્રી રૂરલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એટલે કે એસએસઆરડીપી દ્વારા શરૂ કરાયેલ ઈકો ક્રાન્તિ મિશનની ગુજરાતમાંથી ભવ્ય શરૂઆત સુરત શહેરથી થઈ છે. સુરત ક્લીનેસ્ટ સિટી સાથે સાથે બનશે ગ્રીનેસ્ટ સિટી, સુરતી ઓ સાથે મળી ને સમગ્ર વિશ્વ માં પ્રથમ એવો દાખલો બેસાડસે કે ક્લિનેસ્ટ સિટી અને ગ્રીનેસ્ટ સિટી સાથે સ્માર્ટ સિટી બનાવશે આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ નહિવત કરીને પર્યાવરણને સ્વચ્છ અને હરિયાળું રાખવાનો છે. ઈકો ક્રાંન્તિની મુખ્ય લડત સિંગલ યુઝ પ્લાસ્ટિક સાથે છે જે આપણા રોજિદા જીવન માં આપડે પ્લાસ્ટિક ની વસ્તુઓ વાપરી ને ફેંકી દઈએ છીએ એ ઉપયોગ થી મુક્ત કરવા ની લડત છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી જે માઇક્રો પ્લાસ્ટિક નું ઉત્પાદન થાય છે એ સૌથી મોટી ચેલેન્જ છે જે પર્યાવરણ સાથે સાથે આપડા શરીર ને પણ ખુબજ નુકસાન કરે છે જેમ કે કેન્સર જેવા રોગો તથા શુક્રાણુ ને લગતા પ્રશ્નો જેવા અનેક કારણો સાથે માનવ જીવન ને પણ ઘણું નુકસાન કારક છે કારણ કે એક સંશોધન અનુસાર હવા, પાણી અને ખોરાક દ્વારા એક એટીએમ કાર્ડ ની સાઇઝ જેટલું માઇક્રો પ્લાસ્ટિક દર અઠવાડિયે આપડા શરીરમાં જાય છે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને આર્ટ ઓફ લિવિંગ દ્વારા અનેક ઇકો ફ્રેન્ડલી અને સસ્ટેનેબલ પ્રોડકટ્સ વિકસાવાયા છે. જે સિંગલ યુઝ પ્લાસ્ટિક વિકલ્પરૂપે ઉપયોગી સાબિત થશે. આ પ્રોડકટ્સ કુદરતી રીતે માત્ર છ મહિના અંદર નાશ પામે છે, જ્યારે સિંગલ યુઝ પ્લાસ્ટિકને નાશ થવામાં એક હજાર વર્ષથી વધુ સમય લાગે છે.આ અભિયાનનો હેતુ માનવ સમાજ ને પર્યાવરણ પ્રત્યે જવાબદાર બનાવવાનો છે. એસએસઆરડીપી નો હેતુ એ છે કે અન્ય ઉદ્યોગકારો અને નાગરિકો પણ આવા ઇકો ફ્રેન્ડલી પ્રોડકટ્સ બનાવવા માટે આગળ આવે અને ઈકો ક્રાન્તિ ના મિશનને સમર્થન આપે.
