સચીન જીઆઈડીસી પોલીસની કાર્યવાહી
મહારાષ્ટ્રીયન મહિલા ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ
સુરતની સચીન જીઆઈડીસી પોલીસની ટીમે નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને લઈ ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન મહિલાને ઝડપી પાડી હતી.
સુરત પોલીસ કમિશનર દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ, નાયબ પોલીસ કમિશર ઝોન છ, મદદનીશ પોલીસ કમિશનર જે ડિવિઝનના નેજા હેઠળ પી.આઈ. કે.એ. ગોહિલ તથા સેકન્ડ પી.આઈ. બી.બી. પરમારની ટીમે બાતમીના આધારે સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં પાલીગામ વિસ્તારમાં જય અંબે રેસીડેન્સીમાં રહેતી મહારાષ્ટ્રીયન મહિલા સુનિતાદેવી શૈલેન્દ્ર શ્યામલાલ વિશ્વકર્માની ધરપકડ કરી તેની પાસેથી 79 હજારથી વધુની કિંમતનો ગાંજાનો જથ્થો તથા અન્ય મુદ્દામાલ મળી 91 હજારથી વધુની મત્તા કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
