સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
ક્રાઇમ બ્રાન્ચની ટિમ પર ચપ્પુથી હુમલો કરતા પગમાં ગોળી ધરબી
પોલીસ પર હુમલાનો પ્રયાસ કરનાર સલમાન લસ્સીને પગમાં ગોળી મારી ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો
હત્યા સહિત અનેક ગુનાઓમાં વોન્ટેડ સલમાન લસ્સી ફિલ્મી ઢબે પોલીસે ઝડપી પાડ્યો

સુરતમાં અનેક ગુનાઓ આચરનાર અને હાલમાં એક ગુનામાં નામ આવ્યો હોય તેવા સલમાન લસ્સીને મળસ્કે પકડવા ગયેલી ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. પર હુમલાનો પ્રયાસ કરતા પોલીસે તેને પગમાં ગોળી મારી પકડી લીધો હતો.

સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર અને હત્યા સહિત 15 જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ માથાભારે આરોપી સલમાન લસ્સીને આખરે સુરત ક્રાઇમબ્રાંચે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી સલમાન લસ્સી નવસારી જિલ્લાના ડાભેલ ગામમાં છુપાઈને રહેતો હતો, જ્યાં ક્રાઇમ બ્રાંચની ટીમે તેને દબોચી લેવા માટે પહોંચી હતી. જોકે, ધરપકડથી બચવા સલમાન લસ્સીએ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. સોઢા પર ચપ્પુથી હુમલો કરતાં પીઆઈ એ સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું. ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી. હાલમાં આરોપીને સારવારમાં ખસેડી પોલીસે વધી તપાસ શરૂ કરી છે. તો બનાવને લઈ શહેરભરમાં ચર્ચાએ જોર પકડ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *