વડોદરામાં નશામાં ધૂત પીએસઆઈ એ 3 વાહનને અડફેટે લીધા

Featured Video Play Icon
Spread the love

વડોદરામાં નશામાં ધૂત પીએસઆઈ એ 3 વાહનને અડફેટે લીધા
જીએસટી એડિશનલ કમિશનરની કારને ટક્કર મારી,
બે મહિલા પોલીસકર્મી અને યુવકની એક્ટિવાને ટક્કર મારી,
ટલ્લી પીએસઆઇ સામે ખાતાકીય કાર્યવાહી કરાશે

વડોદરા શહેરના છાણી બ્રિજ પાસે 24 મેની રાતે કાળા કલરની બ્રેઝા કારે એક કાર અને બે એક્ટિવાને એક પછી એક અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મહિલાઓને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર કારને કેટલાક રાહદારીઓએ રોકીને તપાસ કરતા કારમાંથી એક ખાખી વર્ધીમાં પીએસઆઈ જોવા મળ્યાં હતા.

વડોદરામાં નશામાં PSI પઢીયારે એક GST એડિશનલ કમિશનરની કાર, બે મહિલા પોલીસકર્મીની એક્ટિવા અને એક યુવકની એક્ટિવાને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં બંને મહિલા પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે. છાણી પોલીસે અકસ્માત, દારૂ પીધાનો અને ગાડીમાંથી દારૂ મળી આવવા મામલે ગુનો નોંધ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, કારની અંદર દારૂની બોટલો પડેલી છે અને કેટલાક યુવકો બોલતા જોવા મળે છે કે, કારમાં ફૂલ દારૂ ભરેલો છે. આ સમયે નશામાં રહેલો PSI ઊભો થવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યાં હાજર યુવકો તેને બેસાડી દે છે. એક યુવક કહે છે કે, મને અડશો નહીં, તમે મારી એક્ટિવાને ઠોકી છે. આ સમયે પીએસઆઇ ઉભો થઈને આગળ જાય છે તો લોકો તેને રોકે છે. આ સમયે પીએસઆઇ એ એક યુવક સાથે ઝપાઝપી કરી હતી.

આ મામલે ઝોન-1ના DCP ઝૂલી કોઠીયાએ જણાવ્યું હતું કે, આજે GSFC અકસ્માત થયો છે અને લોકોની ભીડ જમા થઈ છે, તેઓ મેસેજ મળતા છાણી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં જઈને ખબર પડી હતી કે કોઈ પોલીસ અધિકારી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે. PSI વાય. એચ. પઢીયાર રાજપીપળા ખાતે ફરજ બજાવે છે. તેઓ પોતાના વતન તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત થયો હતો. પ્રાથમિક રીતે જોવા મળે છે કે, તેને નશો કરેલો છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેના જિલ્લા એસપીને પણ જાણ કરવામાં આવશે અને ખાતાકીય તપાસ કરવામાં આવશે.

બ્રેઝા કારથી અકસ્માત સર્જનાર પી.એસ.આઇ વાય. એચ. પઢીયાર એટલી હદે નશામાં હતા કે, તેણે રાહદારી યુવકો સાથે ઝપાઝપી કરી હતી. જ્યારે યુવકો દ્વારા તેમની કારની તપાસ કરવામાં આવી ત્યારે વિદેશી બ્રાન્ડની બે દારૂની બોટલો મળી આવી હતી. તપાસ કરતા માલુમ પડ્યું કે, નશામાં પી.એસ.આઇ વાય.એચ પઢીયાર રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે અને તેઓ હાલ રજા પર હોવાથી પોતાના ઘરે બોટાદ જઇ રહ્યાં હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *