ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર

Featured Video Play Icon
Spread the love

ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર
રાજ્યમાં પેટાચૂંટણીને લઇ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન
શક્તિસિંહે ગોહિલે કહ્યું ગુજરાતમાં ત્રીજા પક્ષને કોઈ સ્વીકારતું નથી,
પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું વિસાવદરની જનતા ભાજપને જીતાડશે

ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીને લઈ 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મત ગણતરી હાથ ધરાશે. 26 મેથી ફોર્મ ભરવાની શરુઆત થશે. 2 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 3 જૂને ફોર્મ ચકાસણી હાથ ધરાશે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન છે.

ગુજરાતમાં કડી બેઠક ધારાસભ્યના નિધન બાદ ખાલી પડી હતી અને વિસાવદરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યારે આજરોજ કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીને લઈ 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મત ગણતરી હાથ ધરાશે. હવે આ ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે. ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે એ જણાવ્યું હતું કે,કડી અને વિસાવદર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે.કડી ભાજપની પરંપરાગત બેઠક છે કોંગ્રેસ ગમે એટલા પ્રભારી જાહેર કરે કોઈ ફેર નહીં પડે. ભાજપ લોકોની વચ્ચે રહેતો પક્ષ છે. વિસાવદર બેઠક પર ભાજપનો વિજય થશે. ભાજપના તમામ કાર્યકર્તાઓ સતત ઇલેક્શન મોડમાં હોય છે. વિસાવદર અને કડી બેઠક પર જે ઉમેદવારની જાહેરાત થશે એ ઉમેદવારને તમામ કાર્યકર્તાઓ સાથ સહકાર આપશે.આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત નથી કરી પણ વ્યક્તિએ પોતાની રીતે જ જાહેરાત કરી છે. કોંગ્રેસ પક્ષ સાથે હવે લોકો નથી ગુજરાતની જનતા ભાજપ સાથે છે. કોંગ્રેસ અને આપનું ગઠબંધન પણ ગુજરાતની ચૂંટણીમાં જોવા મળતું નથી. એટલે આ વખતે ભાજપનો ઉમેદવાર જ વિસાવદરની બેઠક પર જીતશે એ નક્કી છે.

પેટાચૂંટણી મુદ્દે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહે ગોહિલે કહ્યું હતું કે,આ ચૂંટણીને આવકારીએ છીએ. બન્ને બેઠકો પર મતદારોમાં ભાજપ સામે રોષ છે, AAPને કોઈ ગંભીરતાથી લેતું નથી. ગુજરાતમાં ત્રીજા પક્ષને કોઈ સ્વીકારતું નથી, કોંગ્રેસ પક્ષ અધિવેશન બાદ નવા જોશ સાથે આગળ વધી રહ્યો છે. વિસાવદરની જનતા ભાજપના એક કે બીજા કાનૂની દાવપેચના કારણે દોઢ વર્ષથી પ્રતિનિધિથી વંચિત હતી. બંને બેઠકો પર કોંગ્રેસનો ઉમેદવાર સ્થાનિકો સાથે જોડાયેલો અને કામ કરનારો ઉમેદવાર હશે. બંને બેઠકો પર ભાજપ સામે રોષ ભભૂક્યો છે. બંને જગ્યાએ ચૂંટણી તો શાસક અને વિપક્ષ વચ્ચે જ છે. અમે આ વખતે બૂથ મેનેજમેન્ટ અને માઈક્રોમેનેજમેન્ટ સાથે ચૂંટણી લડવા કટીબદ્ધ છીએ.

ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અને આપ વચ્ચે કોઈ પણ પ્રકારનું ગઠબંધન અથવા તો સહમતિ વિસાવદર વિધાનસભા બેઠકને લઈને ન થાય તો ફરી એક વખત ત્રિપાંખીયા જંગની શક્યતા પ્રબળ બની રહી છે. ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આપને કારણે ઘણી બેઠકો ઉપર કોંગ્રેસને નુકસાન થયું હતું, જે પૈકીની એક બેઠક વિસાવદર પણ માનવામાં આવે છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે, વિસાવદરની જનતા ભાજપને જીતાડશે. લોકોના પ્રશ્નોને લઈ ભાજપ સક્રિય છે. મુખ્યમંત્રીએ એક મહિના પહેલા જ કરોડોના કામ જાહેર કર્યા હતા. વિસાવદરની જનતાને એટલું જ કહું છું વિકાસ કરવો હોય તો શાસક પક્ષની સાથે રહેવું જોઈએ.

વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી એક વખત ત્રિપાંખીયો જંગ ખેલાય તેવી શક્યતા પણ ઊભી થઈ શકે છે, વિસાવદર વિધાનસભા બેઠક જીતેલી આમ આદમી પાર્ટી આ સીટ પર પોતાનો ઉમેદવાર ઉભો રાખશે તો બીજી તરફ કોંગ્રેસ પણ પોતાની પરંપરાગત બેઠકને ફરી એક વખત જીતવા માટે ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે, તેની વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્યો અને હાલ ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરતા હર્ષદ રીબડીયા અને આમ આદમી પાર્ટીમાંથી આવેલા ભુપત ભાયાણી સિવાય અન્ય કોઈને પણ ટિકિટ આપીને ઉમેદવાર બનાવી શકે છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *