વડોદરામાં હચમચાવી નાખે તેવો લવ જેહાદનો કિસ્સો.
સગીરા પર વિધર્મી વારંવાર દુષ્કર્મ ગુજારી અત્યાચાર કરતો.
પોલીસે નરાધમ સોહેલ પઠાણ અને તેના મિત્રોની કરી ધરપકડ.
વડોદરામાં આજવા રોડના રીક્ષાચાલક સાહેલ ઉર્ફે સોહેલ પઠાણે સગીરા સાથે બે વર્ષ સુધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું અને મારઝૂડ કરી ધર્મ બદલવા દબાણ કરતાં ભાંડો ફૂટતા પોક્સો હેઠળ કાર્યવાહી થઇ છ એજેમ બે મદદગારો પણ જેલ હવાલે થયા
શહેરમાં કથિત લવજેહાદનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક રીક્ષાચાલક વિધર્મી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી દોઢથી બે વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હોવાની અને બાદમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કરી મારઝૂડ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ વિધર્મી યુવકોની ધરપકડ કરી પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જે તે સમયે પીડિતાની ઉંમર ફક્ત ૧૭ વર્ષની હોવાથી, સોહેલે તે પુખ્ત વયની થાય ત્યારે લગ્ન કરીશું તેવું બહાનું આપી, સગીરાને આજવા રોડ પરના એક મકાનમાં પોતાની સાથે રાખી હતી. આરોપ છે કે આ સમયગાળા દરમિયાન, લગભગ બે વર્ષ સુધી, સોહેલ પઠાણે સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે સગીરા પુખ્ત વયની થઈ અને તેણે લગ્ન માટે દબાણ કર્યું, ત્યારે સોહેલ પઠાણે પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. તેણે સગીરા પર ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું અને તેણીને કોઈની સાથે વાતચીત કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો. આ ઉપરાંત, આરોપીએ સગીરા સાથે મારઝૂડ પણ શરૂ કરી દીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના કપુરાઈ પોલીસ મથકની હદમાં રહેતી ૧૯ વર્ષીય યુવતી જે ઘટના સમયે સગીર હતી આજથી લગભગ બે વર્ષ પૂર્વે આજવા રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા સાહેલ ઉર્ફે સોહેલ પઠાણના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ લે થઈ હતી, જે બાદ સોહેલે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્ન કરવાની લાલચ આપી હતી. કપુરાઈ પોલીસે ગંભીરતા દાખવી તાત્કાલિક કાર્યવાહી કરતાં મુખ્ય આરોપી સાહેલ ઉર્ફે સોહેલ પઠાણ અને તેના બંને મદદગાર મિત્રો, મોહંમદ જુનેદ મલેક અને ફઈમ અફીમવાલાની ધરપકડ કરી હતી. પીડિતા ઘટના સમયે સગીર હોવાથી, પોલીસે ત્રણેય વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો ઉપરાંત પોક્સો પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી