સુરતમાં પાંચ વાહનો સાથે બે રીઢા ચોર ઝડપાયા
સુરતની કાપોદ્રા પોલીસે હાથ ધરી કાર્યવાહી
અમદાવાદ, વલસાડ વાપીના વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલાયો
કાપોદ્રા પોલીસે ચોરીના પાંચ વાહનો સાથે બે રીઢા ચોરોને ઝડપી પાડી કાપોદ્રા સહિત અમદાવાદ, વલસાડ વાપીના વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતાં.
સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન અને નાયબ પોલીસ કમિશનર ઝોન વન તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડીવીઝન દ્વારા વાહન ચોરીની વધી રહેલી ઘટનાઓને અટકાવવા અપાયેલા આદેશને લઈ કાપોદ્રા પોલીસ મથકના ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠલ પી.એસ.આઈ. એ.એલ. પંડ્યા અને એમ.બી. વાઘેલાની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે એ.એસ.આઈ. રાજદિપ અને હેડ કોન્સ્ટેબલ રવિરાજસિંહ તથા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહએ બાતમીના આધારે કાપોદ્રા નાના વરાછા ઢાળ પાસે બ્રીજ નીચેથી રીઢા વાહન ચોરો મુળ રાજસ્થાનના અને હાલ મોટા વરાછા ખાતે રહેતા કરણ નારસિંગ ભુરિયા તથા રાજેશ કાલુ ભાભોરને ઝડપી પાડ્યા હતા અને તેઓ પાસેથી કાપોદ્રા, સરથાણા, અમદાવાદ સરખેજ તથા વલસાડના વાપી જીઆઈડીસીના પાંચ વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢી પાંચ વાહનો કબ્જે કરી બન્ને રીઢાઓની વધુ તપાસ હાથ ધરી હતી.