પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ વિરોધીઓને લીધા આડે હાથ.
સોમનાથ કોરિડોર અંગે વિરોધીઓ પર લગાવ્યા આરોપ.
સ્થાનિક નેતાઓની દુકાનો તૂટવાની છે
પોતાની પ્રોપર્ટી બચાવવા આંદોલન
સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકારે અસરગ્રસ્ત મિલકતધારકો માટે વિશેષ વળતરની જાહેરાત કરી છે. ડેપ્યુટી કલેક્ટર વિનોદ જોશીએ જણાવ્યા અનુસાર, સરકાર મિલકતના જંત્રી ભાવના ચાર ગણા અને બાંધકામના બેગણા વળતરની ઓફર આપી રહી છે ત્યારે દિનુ સોલંકીએ વિરોધીઓને આડે હાથ લીધા છે અને કહ્યું છે કે પોતાની પ્રોપર્ટી બચાવવા આંદોલન કરીશું
સોમનાથ મંદિર કોરિડોર માટે કુલ 25 હજાર ચોરસ મીટર જમીન સરકાર દ્વારા હસ્તાંતરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની કામગીરી 7 ફેઇઝમાં હાથ ધરવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર વચ્ચે મેરેથોન બેઠકો યોજાઈ હતી. હાલમાં એક સપ્તાહથી કોરિડોર માટેની ગતિવિધિ તેજ બની છે અને વહીવટી તંત્ર દ્વારા જમીન સંપાદનની કામગીરી વેગવંતી કરવામાં આવી છે. બીજી તરફ પ્રભાસ પાટણના મિલકતધારકોમાં આ પ્રોજેક્ટને લઈને વિરોધ અને આક્રોશ જોવા મળ્યો છે. તેઓએ પોતાની મિલકત ન આપવાના મત સાથે સરકારમાં આવેદનપત્ર પણ આપ્યું હતું. ત્યારે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ સોમનાથ કોરિડોર અંગે વિરોધીઓ પર આરોપ લાગવત કહ્યું છે કે સ્થાનિક નેતાઓની દુકાનો તૂટવાની છે અને પોતાની પ્રોપર્ટી બચાવવા આંદોલન કરીશું
વહીવટી તંત્ર દ્વારા પ્રભાસ પાટણની 384 મિલકતોની સૂચિ તૈયાર કરવામાં આવી છે. આ સૂચિમાં 241 રહેણાંક મકાનો, 72 હોટલ-ગેસ્ટહાઉસો, 9 ધાર્મિક મિલકતો (8 મંદિરો અને 1 દરગાહ), 3 ભોંય જ્ઞાતિની વાડી, 3 ધર્મશાળા, 6 દુકાન, 23 ખુલ્લા પ્લોટ અને 22 સરકાર હસ્તકની મિલકતોનો સમાવેશ થાય છે. સરકારની આ ઓફર અસરગ્રસ્ત મિલકત ધારકોને રાહત આપવાનો પ્રયાસ છે. વહીવટી તંત્ર હવે મિલકત ધારકોને આ ઓફર સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરી રહ્યું છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
