રાયકા સર્કલ પાસે દબાણ ખાતા દ્વારા ચાના કેન્ટીનને હટાવતા ઝપાઝપી
એસ.એમ.સી અધિકારી અને ચાના કેન્ટીનવાળા વચ્ચે ઝપાઝપી મામલો બન્યો
સુરતના રાયકા સર્કલ પાસે દબાણ ખાતા દ્વારા ચા ના કેન્ટીન વાળાને હટાવતા ઝપાઝપી થઈ હતી. જો કે પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો.
સુરતના રાયકા સર્કલ પાસે દબાણ ખાતા દ્વારા ચાની કેન્ટીનને હટાવવામાં આવી હતી. જેને લઈ એસ.એમ.સી અધિકારી અને ચાના કેન્ટીનવાળા વચ્ચે ઝપાઝપી મામલો બન્યો હતો. તો એવો આક્ષેપ કરાયો હતો કે પૈસા નહિ આપ્યા એટલે અમારું કેન્ટીન હટાવવામાં આવ્યું છે. જેને લઈ એસ.એમ.સી અધિકારીઓની કાર્યવાહી પર સવાલ ઉભા થયા છે. અને લોકોએ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યારે આ ઘટના બાદ સ્થાનિક લોકોએ વિરોધ કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. તો લોકોએ એવી માંગ કરી હતી કે એસ.એમ.સી અધિકારીઓ સામે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે.
