સુરત મનપાના ડે.મેયર નિધી શિવાયનો વિરોધ
પાલિકાના ડેપ્યુટી કમિશનરે કરેલી વાતોના વિરોધ
પાલિકાની મુખ્ય કચેરીએ કામદારોએ એકત્ર થઈ વિરોધ કર્યો
સુરત મહાનગર પાલિકા કર્મચારી મહા મંડળ દ્વારા યુનિયન અને કામદાર વિરોધી પાલિકાના ડેપ્યુટી કમિશનરે કરેલી વાતોના વિરોધમાં પાલિકાની મુખ્ય કચેરીએ કામદારોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.
સુરત મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર નિધિ શિવાચ સાથે મળેલી મિટિંગમાં યુનિયન અને કામદાર વિરોધી જે વાતો કહી હતી તેમજ ગુજરાતમાં રહેતા ગુજરાતીઓ વિશે જે ટીકા અને ટિપ્પણી કરાઈ હતી, તેનો વિરોધ કરવા માટે સુરત મહાનગર પાલિકા કર્મચારી મહામંડળ દ્વારા આજે સોમવાર 9મી જુનના રોજ સાંજે પાંચ કલાકે સુરત મહાનગર પાલિકા મુખ્ય કચેરીના કમ્પાઉન્ડમાં તમામ યુનિયન દ્વારા તમામ કર્મચારીઓ અને કામદાર ભાઈ બહેનો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યુ હતું સાથે મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે રજૂઆત કરાઈ હતી.