સુરત : 60 લાખના યાર્ન ચીટિંગ કેસનો મુખ્ય આરોપી છત્તીસગઢથી ઝડપાયો
બબ્બુ ધોબી 34 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો,
ટ્રકને જ બનાવ્યું ઘર જાતે રાંધતો અને જીવન પસાર કરતો
60 લાખના યાર્નની કાપડ ચિટીંગના ગુનામાં 34 વર્ષથી એટલે કે વર્ષ 1992 થી મહિધરપુરા પોલીસ મથકમાં નાસતા ફરતા ઠગને છત્તીસગઢથી સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.
સુરતમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે હેતુથી શહેરમાં ગુનાઓ આચરી લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે છત્તીસગઢના રાયપુર ખાતેથી મહિધરપુરા પોલીસ મથકમાં 1992 થી એટલે કે 34 વર્ષથી યાર્ન કાપડ ચિટિંગના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા મુળ ઉત્તર પ્રદેશ કાનપુરનો અને હાલ ડ્રાઈવીંગ કરતા બબ્બુ લક્ષ્મણ ધોબીને ઝડપી પાડ્યો હતો. તો આરોપી સામે નામદાર કોર્ટે સી.આર.પી.સી. કલમ 70 મુજબ વોરંટ પણ ઈશ્યુ કર્યુ હતું. હાલ તો ક્રાઈમ બ્રાન્ચે આરોપીનો કબ્જો મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.