અરવલ્લીના ગાબટ ગામનો સાઠંબા તાલુકામાં સમાવેશ કરતા વિરોધ
ગામના લોકો અને વેપારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી
બાયડ તાલુકામાંથી સાઠંબા તાલુકો જુદો પાડવામાં આવ્યો છે ત્યારે બંને તાલુકામાં આનંદ થયો હતો ત્યારે ગાબટ ગામમાં વિરોધ ઉભો થઈ ગયો હતો. આગામી સોમવારના રોજ બંધનું એલાન અપાતાં હલચલ મચી છે રાજ્ય સરકાર દ્વારા બાયડ તાલુકાની બે ભાગમાં વહેંચી સાઠંબા તાલુકો જાહેર કરતાં સાઠંબા પંથકમાં આનંદનું મોજુ ફરી વળ્યું હતું
સાઠંબા તાલુકો જાહેર થતાં પહેલાં બાયડ તાલુકાની પૂર્વમાં આવેલા સરસોલી વસાદરા જેવા ગામોને સાઠંબા તાલુકામાં લઈ જતાં વિરોધ ઉભો થયો હતો. ત્યારે વહીવટી તંત્રએ આ ગામોને બાયડ સાથે રાખવાનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું ત્યારે બીજી તરફ હવે ગાબટ ગામમાં પણ સાઠંબામાં સમાવેશ કરવાની લઈ વિરોધ ઉભો થયો છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમારે સીધો વ્યવહાર બાયડ ખાતે છે. અરવલ્લીના ગાબટ ગામનો સાઠંબા તાલુકામાં સમાવેશ કરતા સ્થાનિકોએ વિરોધ નોંધાવતા ગામના લોકો અને વેપારીઓએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી ગાબટને સાઠંબામાંથી અલગ કરી બાયડ તાલુકામાં સમાવેશ કરવામાં આવે તેવી માગણી ઉઠાવી હતી. જેને લઇ આગામી સોમવાર 29 તારીખના રોજ ગાબટમાં બંધનું એલાન વેપારીઓ અને ગ્રામજનો દ્વારા અપાતાં હલચલમચી હતી. સવારે બંધના એલાન સાથે બસ સ્ટેશન પાસે ગ્રામજનો એકઠા થઈ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ સાથે રાખી અરવલ્લી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
