ફ્લાયઓવર પર ચોકઅપ પાઈપલાઈન સાફ કરાઈ

Featured Video Play Icon
Spread the love

ફ્લાયઓવર પર ચોકઅપ પાઈપલાઈન સાફ કરાઈ
સ્લેબમાં ભરાયેલું પાણી ધોધની જેમ વહ્યું
પાણીનો ધોધ વહેતા લોકોમાં કુતૂહલ સર્જાયું

ભાવનગર રાજકોટ રોડ પર ભાવનગરના પ્રવેશદ્વારમાં ફ્લાય ઓવરની સુવિધા આવકારદાયક છે પરંતુ ફ્લાયઓવર નિર્માણ સમયથી જ અનેક વિવાદોમાં સપડાયેલો રહ્યો છે ત્યારે વરસાદ રહી ગયાના 48 કલાક બાદ ફ્લાય ઓવરના ડેક સ્લેબમાંથી ધોધની જેમ પાણી નીકળતા લોકોમાં અચરજ પમાડ્યું છે. વગર વરસાદે સ્લેબમાંથી નીકળતા પાણી તંત્રની બેદરકારીની ચાડી ફૂકે છે.

ભાવનગરમાં એક ફ્લાયઓવરની રાજકીય જીદે પ્રોજેક્ટમાં અનેક ફેરફારો બાદ ભાવનગર રાજકોટ રોડ પર શાસ્ત્રીનગરથી દેસાઈનગર પેટ્રોલ પંપ સુધી માત્ર 1.8 કિલોમીટરનો ફ્લાય ઓવર બનાવ્યો. 24 મહિનાની મુદ્દતમાં પૂર્ણ કરવાનો ફ્લાય ઓવર પાંચ વર્ષે પૂર્ણ થયો. 115 કરોડ રૂપિયા ખર્ચ કરવા છતાં હજુ પણ કંઈક ને કંઈક બેદરકારી બહાર આવી રહી છે. આજે બુધવારે સવારે ફ્લાય ઓવરના સ્લેબના પાઇપમાંથી ધોધની જેમ પાણી નીકળ્યું હતું. જોકે, તે સંદર્ભે તંત્ર વાહકો દ્વારા જણાવ્યું હતું કે, ડેક સ્લેબમાં પાણી ભરાઈ ગયું હતું તેનો નિકાલ કરવામાં આવ્યો છે તેમજ જ્યાં પાઇપ ચોકઅપ થઈ ગઈ છે અને તેને કારણે પાણીનો ભરાવો થયો છે તેની પણ સાફ-સફાઈ કરી પાણી કાઢવામાં આવ્યું હતું.
તંત્ર દ્વારા જે રીતે સ્લેબમાંથી પાણીના નિકાલ ની કામગીરી કરી તે જોતા ચોક્કસપણે લાંબા સમય સુધી સ્લેબમાં પાણી ભરાઈ રહ્યું હશે તેમજ પાઈપ લાઈન પણ ચોકઅપ થઈ ગયા હતા. તેથી લાંબો સમય સુધી પાણી પડ્યું રહેવાને કારણે સામાન્ય રીતે ધીરે ધીરે સ્લેબની મજબૂતાઈ પર પણ પ્રશ્ન ઊભા થઈ શકે છે. જેથી સમયાંતરે પાઇપલાઇન સહિતની ચકાસણી કરવી પણ જરૂરી છે. ત્રણ વાર લોકાર્પણ, જમીન સંપાદન બાકી ભાવનગરના પ્રથમ ફ્લાય ઓવરનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2020 માં શરૂ થયું. બે વર્ષમાં પૂર્ણ કરવાનું ફ્લાય ઓવરનું કામ પાંચ વર્ષે પૂર્ણ થયું. પરંતુ તે દરમિયાન જુદા જુદા તબક્કામાં ત્રણ વાર તો લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં હજુ પણ 2688 સ્ક્વેર મીટર જમીન સંપાદન કરવાની બાકી છે. સર્વિસ રોડ સહિત માટે જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ છે. બ્રીજના નિર્માણ સમયથી જ જમીનની આવશ્યકતા હોવા છતાં તત્કાલીન સમયે સંપાદન માટેની કોઈ પ્રક્રિયા કરી ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *