સુરત મનપાના ડેપ્યુટી મેયર ફરી વિવાદમાં
સરકારી ગાડી લઈને મહારાષ્ટ્રના શાહપુર પહોંચ્યાનો વીડિયો વાયરલ
વીડિયો સામે આવતા રાજકીય ચર્ચા તેજ
સરકારી વાહનના ઉપયોગને લઈને સવાલો ઉઠ્યા
સુરત મનપાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી ફરી એકવાર વિવાદમાં આવ્યા હોય તેમ પાલિકાની સરકારી ગાડી લઈને મહારાષ્ટ્રના શાહપુર ગામે પહોંચ્યાનો વીડિયો સામે આવ્યો છે.
સુરત મનપાના ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી વિવાદમાં આવ્યા છે. સામે આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ડે મેયર સુધાકર ચૌધરી સુરત મહાનગર પાલિકાની સરકારી ગાડી લઈને મહારાષ્ટ્રના શાહપુર ગામે પહોંચ્યા હતા. એટલું જ નહીં, ગાડીમાં સાઇરન વગાડતા ગામમાં પહોંચ્યાનું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. હવે સવાલ એ છે કે પાલિકાની સરકારી ગાડીનો વ્યક્તિગત કામ માટે ઉપયોગ કરી શકાય કે નહીં? વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. જોકે, ગાડી કયા હેતુસર લઈ જવામાં આવી હતી અને સાઇરનના ઉપયોગ અંગે સત્તાવાર સ્પષ્ટતા હજુ સામે આવી નથી.
