વ્યારામાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પુસ્તકોનું વિતરણ

Featured Video Play Icon
Spread the love

વ્યારામાં સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક પુસ્તકોનું વિતરણ
વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે પુસ્તક વિતરણ કાર્યક્રમ
વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ઉપયોગી સાહિત્ય અપાયું

ગંગા સમગ્ર તાપી પ્રાંત, નગર પાલિકા સોનગઢ, સ્વદર્શન એજ્યુકેર ફાઉન્ડેશન, તત્વમસિ ચેરિટેબલ ટ્રસ્ટ વ્યારા અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારાના સંયુક્ત ઉપક્રમે આજે તા.16/09/2026 બુધવારે સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિધાર્થીઓને નિઃશુલ્ક પુસ્તક સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સ્વાધ્યાય પરિવાર ના પ્રણેતા શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી ની ઉક્તિ “હાક મારતો જા…મદદ તૈયાર છે.” ની સાર્થક થતાંની અનુભૂતિ ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રયત્નોને આ કાર્યક્રમ દ્વારા ફળીભૂત થઈ હતી. ઊંડાણ વિસ્તારના અને નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતાં કે જેઓ મોંઘા કોચિંગ ક્લાસની ભારે ફી નો ભાર ઉઠાવી ન શકતાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક વર્ગો તેમજ નિઃશુલ્ક પુસ્તકો વ્યારા તથા સોનગઢ એમ બે સ્થળોએ કુલ 140 વિધાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકોનું વિતરણ કરાયું એ એક વર્ષની મહેનતનું જ ફળ છે. ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓએ એક સાર્થક પ્રયાસ કરી તાપી જિલ્લાના વિધાર્થીઓને લાભ અપાવવા માટે એકલા જ પહેલ કરી હતી બાદમાં જિલ્લા પ્રશાસન, અન્ય સેવાભાવી સંસ્થાઓ અને સરકારશ્રીના ઉચ્ચ વિભાગો તરફથી પણ માર્ગદર્શન મળે છે એ ગંગા સમગ્ર તાપી પ્રાંત માટે એક મોટી સફળતા ગણાવી શકાય. સોનગઢ નગર પાલિકા તરફથી ક્લાસ ચલાવવા માટે સિનિયર સિટીઝન હોલ ખાતે મકાનની વ્યવસ્થા કરાઈ, વ્યારા ક્લાસ માટે તત્વમસિ ચેરિટેબલ ટ્રસ્ટના સાર્થક પ્રયત્નોથી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ક્લાસરૂમની વ્યવસ્થા કરાઈ, સ્વદર્શન એજ્યુકેર ફાઉન્ડેશન દ્વારા પુસ્તક વિતરણ કાર્યક્રમ યોજાયો, જેમાં શ્રી રેવાભાઈ કે.ચૌધરી(રીટા. NPCIL) તરફથી પુસ્તકો માટે આર્થિક સહયોગ મળેલ છે. એજ રીતે પ્રાધ્યાપકો પણ સેવાભાવી સંસ્થાઓની મદદથી મળેલ છે જે શિક્ષણનું સ્તર વધારવા અને ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતા કરનાર સમાજની સાચી સમજણની નિશાની છે. સોનગઢ નગર પાલિકા પ્રમુખ શ્રીમતિ સારિકાબેન પાટીલ, કારોબારી અધ્યક્ષ શ્રી હેતલભાઈ મહેતા, કેબિન સમિતિ અધ્યક્ષ પ્રકાશભાઈ માલી, આકારણી સમિતિ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌધરી, ગંગા સમગ્ર તાપી પ્રાંતના પ્રતિનિધિઓ, તત્વમસિ ચેરિટેબલ ટ્રસ્ટના મંત્રીશ્રી અને આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ના આચાર્યશ્રી વગેરે હાજર રહ્યાં હતાં. સૌએ વિધાર્થીઓને આગળના ભણતર માટે શુભેચ્છાઓ આપી વિદાય આપી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *