સુરતમાં લીંબુના ભાવમાં જોરદાર ઉછાળો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લીંબુના ભાવમાં જોરદાર ઉછાળો
20 કિલો લીંબુનો ભાવ ₹1,500થી વધીને ₹4,000ને પાર
એક જ મહિનામાં લીંબુના ભાવમાં મોટો વધારો

સુરતમાં લીંબુના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો હોય તેમ એક મહિના પહેલા જે લીંબુ 20 કિલોના 1500 રૂપિયામાં મળતા હતા, તે હવે 4000 રૂપિયાને પાર પહોંચી ગયા છે.

તહેવારો શરૂ થાય તે પહેલાં જ સામાન્ય પરિવારના રસોડાનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સુરત એપીએમસીમાં લીંબુની આવકમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. એક મહિના પહેલા 20 કિલો લીંબુનો હોલસેલ ભાવ 1000થી 1500 રૂપિયા વચ્ચે હતો, જ્યારે હાલ આ જ ભાવ 1600થી 4000 રૂપિયા સુધી પહોંચી ગયો છે. અનિયમિત વરસાદ અને બદલાતા વાતાવરણની અસર લીંબુના ઉત્પાદન અને આવક પર પડી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. એપીએમસી માર્કેટના વેપારી બાબુભાઈ શેખના જણાવ્યા મુજબ આવક ઘટતા ભાવમાં વધારો થયો છે અને સારી ક્વોલિટીના લીંબુ છૂટક બજારમાં 240 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહ્યા છે. તહેવારોની ખરીદી વચ્ચે શાકભાજી, તેલ, મસાલા અને અન્ય ખાદ્યચીજોના ભાવ બાદ હવે લીંબુના વધતા ભાવથી પણ ગૃહિણીઓનું બજેટ વધુ ખોરવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *