વરાછા પોલીસે રીઢા વાહનચોરને ઝડપી પાડ્યો
અશ્વિનીકુમાર વિસ્તારમાંથી ચોરાયેલું વાહન કબ્જે કર્યું
સુરતની વરાછા પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી પાડી તેની પાસેથી અશ્વિનીકુમાર પોલીસ મથક હદમાંથી ચોરાયેલ વાહન કબ્જે કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતમાં ઘણા સમયથી વાહન ચોરી સહિતના ગુનાઓ વધી રહ્યા છે ત્યારે સુરતની વરાછા પોલીસ વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા મેદાને હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રીઢા વાહન ચોર રાકેશ પ્રહલાદ કેવટને ઝડપી પાડી તેની પાસેથી અશ્વીનીકુમાર પોલીસ મથકની હદમાંથી ચોરાયેલ બાઈક કબ્જે કરી તેનો કબ્જો અશ્વિનીકુમાર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
