રેન્જ આઈજીની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ
ગુનાઓ પર અંકુશ અને અનડીટેક્ટ કેસ ડિટેક્ટ કરવા સૂચના
ભાવનગર અમરેલી અને બોટાદ જિલ્લાના રેન્જ આઈ.જી રાજેન્દ્ર અસારી દ્વારા આજરોજ ત્રણ જિલ્લાના એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ગુનાખોરી ડામવા સહિતની બાબતો અંગે 5g દ્વારા અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી.
ભાવનગર શહીદ સૌરાષ્ટ્રના મહત્વપૂર્ણ જિલ્લાઓ અમરેલી બોટાદ માં દિન પ્રતિદિન વધી રહેલી ગુનાખોરીઓને અંકુશમાં લેવા માટે તથા ભાવનગરમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડ જેવા ગંભીર ગુના ઓને લઈને આજરોજ રેન્જ આઈ.જી રાજેન્દ્ર અસારી દ્વારા ભાવનગર ખાતે ત્રણ જિલ્લાના એસપી ડીવાયએસપી સહિતના અધિકારીઓ સાથે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સમાં નાના મોટા ગંભીર ગુનાઓ ને અટકાવવા ઉપરાંત વણ ઉકેલ ગુનાઓને ઉકેલવા સહિત કાયદો અને વ્યવસ્થાનું શિસ્તબદ્ધ રીતે પાલન થાય તે માટે આયોજિત દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી આ ઉપરાંત પોલીસની મદદથી દરેક વ્યક્તિને મળી શકે તે માટે રેન્જ આઈ.જી એ સ્વયં પોતાનો મોબાઈલ નંબર લોકો સમક્ષ જાહેર કર્યો છે અને ગુના અંગેની માહિતી આપવા લોકોને અપીલ કરી છે
