સુરતના મહિધરપુરામાં પરિણીતાને બ્લેકમેઇલ કરી ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો
પ્રેમીના મિત્રે પણ બ્લેકમેઇલિંગ કરી યૌનશોષણ કરી વીડિયો બનાવ્યો
ફરિયાદને પગલે મહીધરપુરા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી
ફરિયાદીએ આખરે કંટાળી પોલીસ પાસે પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી
મહિધરપુરા પોલીસે આ બાબતે મોબાઈલ કબ્જે કરી 3 ની ધરપકડ કરી
સુરતના મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ રાખનાર પ્રેમીએ વિડીયો બનાવી બળાત્કાર ગુજાર્યા બાદ તેના બે મિત્રો એવા સગા બે ભાઈઓએ પણ પ્રેમી સાથેના સંબંધો અંગે પતિને જાણ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હોય જેને લઈ પરિણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય નરાધમોની ધરપકડ કરી છે.
સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં રહેતી પરિણીતા સાથે ત્રણ લોકોએ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. વાત એમ છે કે પરિણીતાને તારે જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે, તારે મારી સાથે પણ સંબંધ રાખવો પડશે નહિતર તારા પતિને બધુ કહી દઈશ એવી ધમકી આપી પરિણીતા પર 3 જણાએ વારાફરતી રેપ કર્યો છે. હવસખોરોના ત્રાસથી કંટાળીને પરિણીતાએ પતિને વાત કરતા આખો મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. મહિધરપુરા પોલીસે 30 વર્ષીય પરિણીતાની ફરિયાદ લઈ બળાત્કારનો ગુનો દાખલ કર્યો છે. બીજી તરફ પોલીસે બળાત્કારના ગુનામાં ગોલવાડ ખાતે રહેતા જતીન ઉર્ફે લાલો રમેશ રાણા અને લાલ દરવાજા ખાતે રહેતા બે સગા ભાઈઓ પિયુષ લક્ષ્મણ ઉત્તેકર અને તેનો ભાઈ વિશાલ લક્ષ્મણ ઉત્તેકરની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ પરિણીત છે અને સંતાનો પણ છે. પોલીસે જણાવ્યું કે શરૂઆતમાં વર્ષ 2016માં પરિણીતા જોડે જતીન ઉર્ફે લાલો રાણાએ મિત્રતા કરી હતી. પછી પરિણીતાની મરજી વિરુધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. અને ત્યારબાદ પરિણીતાને બે ભાઈઓએ બ્લેકમેલીંગ કરી કહ્યું કે તારા જતીન ઉર્ફે લાલાની સાથે સંબંધ છે તારે મારી સાથે પણ સંબંધ બાંધવા પડશે નહિતર તારા પતિને બધુ કહી દઈશ, એમ કહી બન્ને ભાઈઓએ વારાફરતી પરિણીતા બળાત્કાર કર્યો હતો. એટલું જ નહિ પરિણીતાનો મોબાઇલમાં વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. ત્રણેય આરોપીઓ હીરાના કારખાનામાં કામ કરે છે.